રુદ્રપુર: લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પ્રચારમાં લાગેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાની બીજી રેલી ઉત્તરાખંડના રુદ્રપુરમાં કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને વિપક્ષી દળો પર આકરા પ્રહાર કર્યાં. પીએમ મોદીએ રેલીની શરૂઆતમાં શહીદ ઉધમ સિંહને નમન કર્યાં. પીએમ મોદીએ કહ્યું કે ગુરુ નાનકજીના પગલાં જે ધરતી પર પડ્યાં તે ધરતીને હું નમન કરું છું. પીએમ મોદીએ કહ્યું કે આ ક્ષેત્રના વિકાસ માટે જે પ્રકારે પંજાબ અને દેશના અન્ય ભાગોમાંથી આવેલા લોકોએ ક્ષેના વિકાસ માટે કામ કર્યું છે તે એક ભારત શ્રેષ્ઠ ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપા-આરએલડી-બસપાને PM મોદીએ ગણાવ્યાં 'શરાબ', કહ્યું- સ્વાસ્થ્ય માટે હાનિકારક


પીએમ મોદીએ કહ્યું કે આ રેલીમાં આવેલા જૂના સાથીઓએ અહીં સરકારના કામકાજને જોયું છે. તમારા પહેલાની કોંગ્રેસ સરકારોનું કામકાજ પણ જોયું છે. ભાજપ અને કોંગ્રેસના સંસ્કારોથી તમે સારી રીતે પરિચિત છો. પહેલાની સ્થિતિને યાદ  કરો જ્યારે રસ્તા ખરાબ હતાં. ટ્રાફિક જામ રહેતો હતો. પહેલા અહીંના લોકોને રસ્તાઓના અભાવમાં માઈલો સુધી પગપાળા જવું પડતું હતું. આ જ કારણે આ ક્ષેત્રમાં  પલાયન થયું. કૌભાંડોના કારણે ઉત્તરાખંડની ઓળખ કેવી થઈ ગઈ તે યાદ  કરો. ક્યારેક રાહતના નામ પર કૌભાંડ,  ક્યારેક એક્સાઈઝના નામે કૌભાંડ, ક્યારેક ખનન કૌભાંડ, કોંગ્રેસના કલ્ચરે ઉત્તરાખંડને તબાહ  કરી નાખ્યું હતું. 


કોંગ્રેસના રાજમાં ફક્ત પલાયન
પીએમ મોદીએ કહ્યું કે અહીંના કોંગ્રેસના નેતાઓ પહેલા દિલ્હીમાં હાજરી લગાવવા જતા હતાં. તેમણે ઉત્તરાખંડ માટે કશું કર્યું નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસના સીએમ હરીશ રાવતે ફક્ત એક જ પરિવારના રોજગાર માટે કામ કર્યું. તેમણે કહ્યું કે અટલ બિહારી વાજપેયીએ જે ઉત્તરાખંડનું સપનું જોયું હતું તેને સાચું કરવામાં અમે લાગ્યાં છીએ. કોંગ્રેસના રાજે આ ક્ષેત્રને ફક્ત પલાયન આપ્યું છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં ચાર ધાની સાથે હું ફક્ત એક ધામ વધુ જોડુ છું. તે ધામ છે સૈનિક ધામ. અહીં દરેક બીજુ ઘર સૈનિકનું છે. આ સૈનિક ધાન ઉત્તરાખંડને મારા કોટિ કોટિ નમન. 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...